હસતા રહે હોઠ અને એના પર સદા ગુંજતા ગીત રહે,
હરકોઈ નાં હ્રદયમાં હમેશા તમારા માટે હિત રહે,
રેલાતા રહે સુર હમેશા સફળતાના અને સુખના સદા સંગીત રહે,
અશ્રુની કદી આવે નહિ આંધી અને ઝખ્મો પર સદા જીત રહે,
આથમે નહિ સુરજ કદી ઉમ્મીદોનો અને આંખોમાં સદા ઉભરાતું ઉમંગ નું સ્મિત રહે,
બસ...મિત્રો!!!....હસતા રહે હોઠ અને એના પર સદા ગુંજતા ગીત રહે.. By:શબ્દ(આશિષ બાપોદરા)
No comments:
Post a Comment