ભીંજાય છે આંખો અવાર નવાર આ વ્યવહારમાં,
મિત્રો...સમજી વિચારી ને પડજો પ્યારમાં,
તરસી જાય છે હોઠ ક્યારેક હસવા માટે;
તો ક્યારેક મળે છે આંસુ ઉપહારમાં,
વીતી જાય છે કીમતી સમય,
......અને તૂટી જાય છે સ્વપ્નો સવાર સવારમાં,
ક્યારેક તો કહી પણ નથી શકતા મનોવ્યથા કોઈને,
અને મુંજાઈ મરે છે ઉર્મીઓ અંતરના ઊંડાણમાં....શબ્દ(આશિષ બાપોદરા)
No comments:
Post a Comment