Tuesday, May 10, 2011

THE GOLDEN DAYS

નહી ભુલાઈ આ દીવસો જવાની ના !
K T સાથેની આ B.E ની કહાની ના,
મીત્રો સાથૅ ની એ ધીંગા મસ્તી !
અને choice પર ની ઊધારી ના,... See More
કોલેજીયનની એ પાનીપુરી!
...ગાયત્રીની એ ચા ની પ્યાલી અધુરી,
સ્ટેશનના એ વડાંપાઊ !
અનૅ દર રવીવારે શીતલ ની ખાધેલ સડેલી એ પાઊભાજી ના,
લેક્ચર્સ બંક કરી જવુ રંગ મલ્ટીપ્લેક્સ પર !
અને મફતમા કરેલી પાર્કીંગની ચોકીદારીના,
મોડી રાત સુધી જમાવવી મેહફીલો !
અને પછી પહેલા લેક્ચરમા પુરાવેલ એ પ્રોક્સીના,
ચાલુ લેક્ચર્સમા બીજા સબ્જેકટ્સના ટુટોરિયલ્સના રટા મારવા !
અને સર કે મેડમ ના હથોડાથી બચવા બેંચ નીચે મોબાઈલમા રમાતી ગેમના,
રિસેસમા ક્યારેક ખુલે ડબ્બા છેલ્લી બેંચે તો !
ક્યારેક ખાવા પડતા બકવાસ સેવ ખમણી અને સમોસા કેન્ટીનના,
એ લવર્સ પોઈંટ જેવી લાઈબ્રેરી !
અને એની બહાર ગર્લફ્રેન્ડ બાબતે થતા જગડા સ્ટુડંન્સના,
કોલેજ પત્યા પછી જોવા મળે મધુર મુલાકાતો U.T.I પર !
અને કોઈના એ કીસ્સા એક તરફી પ્રેમના,
ઈવન સેમમા ઈલલીગલ ડેય્ઝનુ સેલીબ્રેશન !
અને એ પછી સાંભળવા મલતા લેક્ચર્સ સાહેબોના,
પ્રેક્ટીકલ્સમા ઈન્સટ્રુમેન્ટસ માથી નિકળતા ધુમાઙા !
અને એ બોરીંગ દીવસો સબમીશન ના,
P L મા મટીરીયલની કરાવવી ઝેરોક્ષ !
અને પેપરની આગલી રાતે કરેલ તૈયારીના,
વાચ્યા વગર એ આપેલ પ્રેક્ટીકલ એક્સામ !
અને “ નો આઈડ્યા” વાળા આપેલ વાઈવા ના,
ન ધાર્યુ હોય એવુ આવે રીઝલ્ટ !
અને હસતા હોય કોઈ પાસ થવાથી તો હોય કોઈની આંખમા પ્રવાહો પણીના !!!!!!!!!!
મિત્રો !!! નહી ભુલાઈ આ દીવસો જવાની ના !
ઓછામા ઓછા એક વાર DETAIN થયેલ આ B.E ની કહાની ના.

By : આશિષ બાપોદરા.

No comments:

Post a Comment