Tuesday, May 10, 2011

“ ઝિંદગીમા ફકત એક જ વાર મળતો ઉપહાર ”

ચાર દિવસની છે આ જવાનિ ભરપુર એને જીવી લેજો યાર, 

વિતી ગયા તો ચુકી ગયા સમજજો ! 

ફરી પાછી નહી આવે આ બહાર,

જો હોય ખીસ્સા ખાલીતો પૈસે ઉધાર ! 

પણ જવાની જીવી લેજો એક વાર,

કઇક કરી બતાવવાની ધગસ દિલમાં અને આંખોમા સ્વપ્ન હજાર, 

બે ફિકર એ દિવસો અને મિત્રોનો મિઠો માર

મોડી રાત સુધીની મસ્તિ અને બપોરે થતી એ સવાર.., 

સ્નેહ ભર્યા એ સંબંધો અને ક્યારેક પુરો તો ક્યારેક અધુરો પ્યાર ... 

મિત્રો!!...નહી મળે આ બધુ વારંવાર;

ઝિંદગીના આ હસીન પલોને તમે બનાવી લેજો યાદગાર, 

શુ ખબર કાલે ના થાય આપણી સવાર...... 

એટલે જ કહુ છુ વારંવાર.....કે જવાની જીવી લેજો યાર, જવાની જીવી લેજો યાર, By:~શબ્દ (Bapodara Ashish)

 

No comments:

Post a Comment