" અંતર ના ઉંડાણે થી "
એક પ્રયાસ સંવેદનાઓ ને શબ્દોમા શણગારવાનો..
Wednesday, May 18, 2011
મિત્રો...પ્રતિબિંબ ને જોવા માટે પીઠને પ્રકાશ સામે ના કરાય....પણ અતીત ના ઓછાયા ને જોવામાટે આરસીનો ઉપયોગ કરીએ ને તો...માર્ગ પણ ઉજાસ રહેશે અને મંઝીલ પણ નજીક આવતી જશે...મિત્રો..ભૂતકાળ ની ભૂલો એ ભૂલો નહી. પણ સફળતાની સોડમ આપતા પુષ્પો પહેલા આવતા કંટક છે,..વિસામે વિસામે વખત અલગ હોઈ છે પણ તેજ ત્યાજ સુધી રહે છે માર્ગમાં જ્યાં સુધી મનમાં કઈ કરી બતાવાની તલબ હોય છે......શબ્દ(આશિષ બાપોદરા)
Tuesday, May 10, 2011
"જીંદગી"
થોડું હોવું ને થોડા ની ઝંખના એટલે જીંદગી,
થોડા પુરા અને થોડા અધૂરા સમણાં એટલે જીંદગી,
સંબંધોની હુંફમાં અપેક્ષા વગરની સંવેદના એટલે જીંદગી,
...આશાઓના આગમન માં ઉમ્મીદો તૂટવાની વેદના એટલે જીંદગી,
જ્યાં ઘણીવાર પોતાનાઓ થી મળે દર્દ અને,
અજનબીઓ બને આપના એટલે જીંદગી,
પ્રેમમાં કોઈને પામવાથી નહી પણ......
મિત્રો!!! અધૂરા પ્રેમમાં થી પણ મળતી પ્રેરણા એટલે જીંદગી,..
By: શબ્દ (Ashish Bapodara)
" કલ્પના ના ભુતકાળમાં "
થયેલી તારી સાથે મારી ઍ મુલાકાત મને હજીયે યાદ છે,
કહેલી તારી બધીજ ખાટી મીઠી વાત મને હજીયે યાદ છે,
વિરહ ના એ વિરાન દીવસો પછી !
વિતાવેલ તારી સાથે ઍ અંધારી રાત મને હજીયે યાદ છે,
સાંભળીને મેઘની ગર્જના તુ વારંવાર ચોંટી જતી હતી મને !
એ વેળાના તારા ઉતાવડા શ્વાસો શ્વાસ મને હજીયે યાદ છે,
વરસાદમા ભિંજાયેલિ હતિ તુ સાંગોપાંગ !
અને તારા સોનેરી બદન પરથી ટપકતા બુંદોનો નાદ મને હજીયે યાદ છે,
વારંવાર હટાવતો હતો હુ તારી ભીંજાયેલી ઝુલ્ફોને તારા ચેહરા પરથી!
અને પછી ચાખેલ તારા હોઠોનો સ્વાદ મને હજીયે યાદ છે,
બે માથી એક થયા હતા આપણે ઍ રાતે !
અને ઍ વખતે વરસેલો આપણા આંસુનો વરસાદ મને હજીયે યાદ છે,
શાંત પડી ગયા હતા આપણા અધુરા સ્વપ્ન બે પાપણો વચ્ચે !
અને જોર જોરથી ધબક્તા આપણા તૃપ્ત હ્રદયનો સંવાદ મને હજીયે યાદ છે,
BY : શબ્દ(Ashish Bapodara)
Subscribe to:
Posts (Atom)