થયેલી તારી સાથે મારી ઍ મુલાકાત મને હજીયે યાદ છે,
કહેલી તારી બધીજ ખાટી મીઠી વાત મને હજીયે યાદ છે,
વિરહ ના એ વિરાન દીવસો પછી !
વિતાવેલ તારી સાથે ઍ અંધારી રાત મને હજીયે યાદ છે,
સાંભળીને મેઘની ગર્જના તુ વારંવાર ચોંટી જતી હતી મને !
એ વેળાના તારા ઉતાવડા શ્વાસો શ્વાસ મને હજીયે યાદ છે,
વરસાદમા ભિંજાયેલિ હતિ તુ સાંગોપાંગ !
અને તારા સોનેરી બદન પરથી ટપકતા બુંદોનો નાદ મને હજીયે યાદ છે,
વારંવાર હટાવતો હતો હુ તારી ભીંજાયેલી ઝુલ્ફોને તારા ચેહરા પરથી!
અને પછી ચાખેલ તારા હોઠોનો સ્વાદ મને હજીયે યાદ છે,
બે માથી એક થયા હતા આપણે ઍ રાતે !
અને ઍ વખતે વરસેલો આપણા આંસુનો વરસાદ મને હજીયે યાદ છે,
શાંત પડી ગયા હતા આપણા અધુરા સ્વપ્ન બે પાપણો વચ્ચે !
અને જોર જોરથી ધબક્તા આપણા તૃપ્ત હ્રદયનો સંવાદ મને હજીયે યાદ છે,
BY : શબ્દ(Ashish Bapodara)
No comments:
Post a Comment